તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
મહેસાણા વિજાપુરના તાતોસણ ગામે ખેતર ખેડતા સમયે ટ્રેક્ટરમાં ભભૂકી આગ: વાયરિંગમાં સ્પાર્ક થતાં આઈશર ટ્રેક્ટર બળીને ખાખ
ખેતર ખેડતી વખતે અચાનક આગ લાગતા અફરાતફરી: ડ્રાઈવરની સમયસૂચકતાથી બચાવ થતા મોટી જાનહાનિ ટળી

મહેસાણા વિજાપુરના તાતોસણ ગામે ખેતર ખેડતા સમયે ટ્રેક્ટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી .વાયરીંગમાં સ્પાર્ક થતાં આઈશર ટ્રેક્ટર બળીને ખાક થયું છે. ખેતર ખેડતી વખતે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ડ્રાઈવરની સમયસૂચકતાથી બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી . ખેતર ખુલ્લું હોવાથી પાક બચી ગયો હતો પરંતુ ટ્રેક્ટર ખાક થતાં ખેડૂતને નુકસાન થયું છે . પાલિકાના ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને કામગીરી હાથ ધરી હતી.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
