<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

નાનીદેવરૂપણ ઠેલારી ફળીયામા બે ભાઈના ઘરોમાં આગ લાગતા તમામ સામાન સ્વાહા

દેડિયાપાડા, સાગબારા તરફ કોઈ ફાયરની સુવિધા નહીં હોવાથી જ્યારે પણ આગ લાગે ત્યારે આખું ઘર અને ઘરનો તમામ સામાન આગમાં ભસ્મીભૂત થતો હોય આ તરફ ફાયર સ્ટેશન જરૂરી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાનીદેવરૂપણ ગામમાં બે ભાઈઓના મકાનોમાં આગ લાગવાની ઘટનામા બન્ને પરિવારો બેઘર બન્યા હતા.
   મળતી માહિતી મુજબ જાહેરાત આપનાર મગનભાઇ જોગ્યાભાઇ વસાવા, ધંધો ખેત મજુરી (રહે. નાની દેવરૂપણ ઠેલારી ફળીયુ, તા.સાગબારા,જી.નર્મદા )નાઓના જણાવ્યા મુજબ તેમના તથા તેના નાના ભાઇના ઘરમાં કોઇ કારણસર આકસ્મીક રીતે ઘરમાં આગ લાગતા આખુ ઘર સળગી જતા ઘરની અંદર મુકેલ સરસામાન, છત ઉપરની ડાંડીઓ, કામળીઓ, વડીઓ, નળીયા, પતરા તથા માળીયા ઉપર મુકેલ સુકુ ઘાસ, તથા ઘરમા મુકેલ કપડા, ગાદલુ, ગોદડી, તાડપત્રી, ટી.વી. તથા શુટકેશમા મુકેલ રોકડા રૂા.૧૦,૦૦૦/-મળી આશરે રૂપિયા ૭૧,૫૦૦/-જેટલાનુ નુકશાન થયું હતું.
આમ નર્મદા જિલ્લામાં આગની ઘટનામા એક બાદ એક વધારો જોવા મળે ત્યારે બીજી બાજુ દેડિયાપાડા, સાગબારા તરફ કોઈ ફાયરની સુવિધા નહીં હોવાથી જ્યારે પણ આગ લાગે ત્યારે આખું ઘર અને ઘરનો તમામ સામાન આગ માં ભસ્મીભૂત થતો હોય આ તરફ ફાયર સ્ટેશન જરૂરી છે.

(9:51 PM IST)