News of Thursday, 26th November 2026
સુરતના અલથાણમાં કપડાં પ્રેસ કરવાની દુકાનમાં ગેસ લીકેજથી આગ ભભૂકી: દુકાનદાર દાઝ્યા: તમામ કપડાં ખાખ
ભીમરાડ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો

સુરતના અલથાણ વિસ્તારમાં મોડી રાત્રે કપડાં પ્રેસ કરવાની દુકાનમાં ગેસ લીકેજને કારણે અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસમાં ભયનો માહોલ છવાયો હતો. જાણ થતાં જ ભીમરાડ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં દુકાનના તમામ કપડાં બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે દુકાનદાર ભોલારામ આંખ અને હાથના ભાગે દાઝી ગયા હતા.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
