<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

સુરતમાં મોટા પાયે યોજાતા નવરાત્રી પંડાલ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ફાયર વિભાગની 30 શરતોની ગાઈડલાઈન જાહેર

500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર અથવા 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પંડાલો માટે આ નિયમો લાગુ પડશે: 50થી વધુ લોકો એકત્ર થાય તો તેમની વિગત રાખવી ફરજિયાત રહેશે.

સુરતમાં મોટા પાયે યોજાતા નવરાત્રી પંડાલ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ફાયર વિભાગે 30 શરતોની ગાઈડલાઈન જાહેર કરી છે. 500 ચોરસ મીટરથી વધુ વિસ્તાર અથવા 9 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પંડાલો માટે આ નિયમો લાગુ પડશે. 50થી વધુ લોકો એકત્ર થાય તો તેમની વિગત રાખવી ફરજિયાત રહેશે. સુરક્ષા માટે 24 કલાક ગાર્ડ તૈનાત રાખવા તેમજ ફાયર એક્સટિંગ્વિશર ચલાવી શકે તેવા 2થી 3 પ્રશિક્ષિત ગાર્ડ રાખવા પડશે. પંડાલનો એન્ટ્રી ગેટ ઓછામાં ઓછો 5 ફૂટ પહોળો અને ઊંચો રાખવો પડશે અને પંડાલની ક્ષમતા પ્રમાણે જ લોકોને પ્રવેશ આપવાનો રહેશે. તમામ નિયમોનું પાલન કરવા અંગે આયોજકો પાસેથી બાહેંધરી પત્ર લેવામાં આવશે, જ્યારે શરતોનું પાલન નહીં થાય તો તેની જવાબદારી આયોજકોની રહેશે.

(7:21 PM IST)