તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારોમાં આગની ઘટના: અનેક સ્ટોલ આગની ઝપેટમાં આવતા અફરાતફરી
નિકોલમાં ઉમા સ્કૂલ પાસે ભીષણ આગ લાગતા રસ્તા પર આવેલા અનેક સ્ટોલ આગની ઝપેટમાં : દેસાઈની પોળમાં રહેણાક વિસ્તારમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. નિકોલમાં ઉમા સ્કૂલ પાસે ભીષણ આગ લાગતા રસ્તા પર આવેલા અનેક સ્ટોલ આગની ઝપેટમાં આવી ગયા હતા.
બીજી તરફ દેસાઈની પોળમાં રહેણાક વિસ્તારમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે GMDC ગ્રાઉન્ડ ખાતે ગ્રેટ ગોલ્ડન સર્કસ નજીક પણ આગ લાગવાની ઘટના બની હતી. એકસાથે અલગ-અલગ સ્થળોએ આગની ઘટનાઓને પગલે ફાયર વિભાગની ટીમો દોડતી થઈ હતી. ફાયરની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી આગ વધુ પ્રસરે તે પહેલાં નિયંત્રણમાં આવી હતી.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
