<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ગણેશ પંડાલમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા, વિરુદ્ધ દિશામાં બે એક્ઝિટ ગેટ અને ઇમરજન્સી સમયે સરળ બહાર નીકળવાની વ્યવસ્થા જરૂરી

અમદાવાદ ફાયર વિભાગે ગણેશ પંડાલો માટે ફાયર સેફ્ટી ગાઇડલાઇન જાહેર કરી: 300 રૂપિયાના સ્ટેમ્પ પર સેલ્ફ ડેક્લેરેશન પોલીસ અને ફાયર વિભાગમાં આપવું પડશે. નિયમોની ચકાસણી બાદ જ પંડાલને મંજૂરી મળશે.

અમદાવાદ :ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ગણપતિ પંડાલો માટે મહત્વની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક પંડાલમાં જરૂરી ફાયર સેફ્ટી વ્યવસ્થા ઉભી કરવી ફરજિયાત કરવામાં આવી છે. પંડાલમાં આગ જેવી કોઈ ઇમરજન્સી સર્જાય તો ભક્તોને સરળતાથી બહાર નીકળી શકાય તેવી વ્યવસ્થા રાખવી પડશે

 

ફાયર વિભાગની ગાઇડલાઇન મુજબ પંડાલમાં ઇમરજન્સી એક્ઝિટની ખાસ વ્યવસ્થા કરવી પડશે. પંડાલની વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછા બે બહાર નીકળવાના દરવાજા તૈયાર રાખવા ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ઇમરજન્સી સમયે ભક્તોની ભીડને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે.

 

 

પંડાલ આયોજકો માટે Self Declaration આપવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આયોજકોએ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સેલ્ફ ડેક્લેરેશન તૈયાર કરીને ફાયર વિભાગ અને પોલીસ વિભાગમાં જમા કરાવવાનું રહેશે. આ સાથે પંડાલમાં લાગુ પડતા તમામ સુરક્ષા નિયમોનું પાલન કરવાની જવાબદારી આયોજકોની રહેશે.

 

 

ગણેશ પંડાલના આયોજન દરમિયાન માત્ર ફાયર સેફ્ટી જ નહીં, પરંતુ પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવું પડશે. ભક્તોની અવરજવર, વાહનવ્યવસ્થા અને ઇમરજન્સી સમયે રેસ્ક્યૂ કામગીરીમાં અડચણ ન આવે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.

 

અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પંડાલમાં જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અને નિયમોનું પાલન ચકાસ્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે. તેથી ગણેશોત્સવના આયોજકોએ પંડાલ ઉભો કરતા પહેલા ફાયર સેફ્ટી, એક્ઝિટ ગેટ, સેલ્ફ ડેક્લેરેશન તેમજ પોલીસ અને ટ્રાફિકના નિયમોને ધ્યાનમાં રાખવા પડશે. આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ ગણેશોત્સવ દરમિયાન ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

(7:08 PM IST)