<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

દિવાળી પછી પક્ષપલટાના ‘ફટાકડા' ફૂટશે : ભાજપમાં ‘ભરતી' મેળો

વરસ પછી ચૂટણી હોવાથી રાજકીય ‘રોકેટો' ઉડવા આતુર : સૂતળી બોંબ અને મોટા શંભુઓ પર પક્ષોની નજર : ભો-ચકરડીઓ ‘ફરવા' માટે તૈયારઃ ટેટા અને ચાંદલિયાને પણ ફુટવાનો અભરખો : ધારાસભાની ચૂંટણીમાં ઉપયોગી થઇ શકે તેવા અગ્રણીઓને ખેંચવા અને નવયુવાનોને આકર્ષવાની ભાજપની રણનીતિઃ પ્રાથમિક ગતિવિધિ

રાજકોટ, તા., ર૩: રાજયની વિધાનસભાની ચુંટણી સમયસર યોજાય તો આવતા ૧૩ માસમાં આવવાપાત્ર છે. દરેક ચુંટણી પુર્વે રાજકીય પક્ષોમાં પક્ષપલટાની મોસમ જામતી હોય છે. ગુજરાતમાં ભાજપ પોતાના તરફી મોટા પાયે પક્ષપલટો કરાવવા માટે જાણીતો છે. કોંગ્રેસે ગઇકાલે કોડીનારના ભુતપુર્વ ધારાસભ્‍યને પોતાના પક્ષમાં પુનઃ પ્રવેશ આપીને ‘બોણી' કરી છે. ભાજપ દ્વારા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના હરીફ પક્ષોના કાર્યકરોને ખેંચવાની તૈયારી થઇ રહી છે. દરેક પક્ષ પોતાની રીતે પ્રયત્‍ન કરે તે સ્‍વભાવીક છે. ગુજરાતમાં દિવાળી પછી ભાજપમાં મોટાપાયે ભરતી મેળો આવી રહયાના અણસાર મળે છે.

રાજકીય કાર્યકરો કે નેતાઓ દ્વારા એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાવવાની પ્રક્રિયાને પક્ષપલટો કહેવામાં આવે છે. ભારતીય રાજકારણમાં આ એક ખૂબ જ ચર્ચાસ્‍પદ અને ગંભીર વિષય રહયો છે. સામાન્‍ય રીતે ચૂંટણી જીત્‍યા પછી કે ચૂંટણી ટાણે અંગત સ્‍વાર્થ, મંત્રીપદ, ટિકિટ મેળવવા કે અન્‍ય પ્રત્‍યક્ષ/પરોક્ષ લાભ માટે એક રાજકીય પક્ષનો ત્‍યાગ કરી બીજા પક્ષમાં જોડાવું એટલે પક્ષપલટો સતાવાર રીતે જુદા જુદા કારણો આપવામાં આવે છે.

ભારતમાં ૧૯૬૭ ની સામાન્‍ય ચૂંટણીઓ પછી ‘પક્ષપલટા'નું પ્રમાણ ખૂબ વધી ગયું હતું, જેના કારણે અનેક રાજયોમાં સરકારો અસ્‍થિર બનીને પડી ગઇ હતી. હરિયાણાના એક ધારાસભ્‍ય ‘ગયા લાલ' પરથી ‘આયા રામ, ગયા રામ' વાકય પ્રચલિત બન્‍યુ હતું.રાજકીય કે સામાજિક રીતે વર્ચસ્‍વ ધરાવતા અગ્રણીઓને રાજકીય પક્ષો પોતાના તરફ ખેંચવા આતુર હોય છે. એક પક્ષના અસંતુષ્‍ટો બીજા પક્ષ તરફ આકર્ષાઇ છે. મોટાભાગના પક્ષપલટા શરતોને આધીન હોય છે. પક્ષપલટા પછી અમૂકના રાજકીય ભવિષ્‍ય ચમકે છે અને અમૂકના ભવિષ્‍ય સામે પ્રશ્નાર્થ લાગી જાય છે. પંચાયતથી પાર્લામેન્‍ટ સુધી ભાજપનું શાસન હોવાથી ભાજપ તરફી વધુ પક્ષપલટો થાય તે સ્‍વભાવિક છે. નવોદિત યુવાનો તરફ રાજકીય પક્ષોએ ગુજરાતમાં હોય છે. દિવાળી પછી રાજકીય ભરતી મેળાનો દોર શરૂ થશે

(1:35 PM IST)