તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
રાજ્યમાં અગનવર્ષા જેવો ગરમીનો પ્રકોપ વધવાની શકયતા :ત્રણ- ચાર દિવસ હિટવેવની આગાહી :અનેક જિલ્લામાં યલો-ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા: પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં આકરી ગરમીની અસર વધુ અનુભવાઈ

અમદાવાદ : ગુજરાતમાં આગામી દિવસોમાં અગનવર્ષા જેવી ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે હિટવેવની આગાહી કરી છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળવાની સંભાવના ઓછી છે. કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ દિવસ માટે નારંગી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પીળી ચેતવણી સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, જૂનાગઢ, આણંદ, વડોદરા અને સુરતમાં પણ ગરમીને લઈને પીળી ચેતવણી જાહેર કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં આકરી ગરમીની અસર વધુ અનુભવાઈ રહી છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
