<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

અમદાવાદના ખાડિયામાં બે વર્ષ પહેલાં ફતાશાની પોળમાં ફાયરિંગ અને 1.51 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટના કેસનો ભેદ ઉકેલાયો

લ્હી એરફોર્સમાં કોર્પોરલ હેડ તરીકે ફરજ બજાવતા એક અધિકારીની ધરપકડ: આરોપી પર 25થી 30 લાખ રૂપિયાનું દેવું થઈ જતા તેણે લૂંટનો માર્ગ અપનાવ્યો હતો

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બે વર્ષ પહેલાં ફતાશાની પોળમાં થયેલા ફાયરિંગ અને 1.51 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટના કેસનો પોલીસેભેદ ઉકેલી દીધો છે. LCB અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે આ કેસમાં દિલ્હી એરફોર્સમાં કોર્પોરલ હેડ તરીકે ફરજ બજાવતા એક અધિકારીની ધરપકડ કરી છે. 

 તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પર 25થી 30 લાખ રૂપિયાનું દેવું થઈ જતા તેણે લૂંટનો માર્ગ અપનાવ્યો હતો. આરોપીને ક્રિકેટ સટ્ટો અને દારૂના નશાની કુટેવ પણ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ 16 જુલાઈ, 2024ના રોજ સોનીની દુકાનમાં ફાયરિંગ કરીને 1.51 કરોડના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસ તેની વધુ પૂછપરછ કરીને સમગ્ર કાવતરાની તપાસ કરી રહી છે.

(8:12 PM IST)