તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 11th September 2026
મહેસાણાના ખેરાલુના મીયાસણા ગામમાં ફાયરિંગ: નંદાલી ગામના કનુસિંહ રાજપૂત પર ટ્રેક્ટરની ઉઘરાણી મામલે જીવલેણ હુમલો
કનુસિંહ ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ખેતરમાં છુપાયેલા શખ્સે અચાનક ફાયરિંગ કરતા તેમના પેટમાં ગોળી વાગી

મહેસાણાના ખેરાલુના મીયાસણા ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. નંદાલી ગામના કનુસિંહ રાજપૂત પર ટ્રેક્ટરની ઉઘરાણી મામલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. કનુસિંહ ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ખેતરમાં છુપાયેલા શખ્સે અચાનક ફાયરિંગ કરતા તેમના પેટમાં ગોળી વાગી હતી. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત કનુસિંહને તાત્કાલિક સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, વધુ સારવાર અને ઓપરેશનની જરૂરિયાત હોવાથી તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
