<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ફટાકડા ફોડવા મામલે ફાયરિંગ:ત્રણ રાઉન્ડ ગોળીબાર :વિસ્તારમાં ફફડાટ

રહેણાક વિસ્તારથી દૂર ફટાકડા ફોડવાનું કહેતાં વિવાદ :સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં દિવાળીની મોડી રાત્રે ફટાકડા ફોડવા મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. કેટલાક શખ્સોને રહેણાક વિસ્તારથી દૂર ફટાકડા ફોડવાનું કહેતાં વિવાદ સર્જાયો હતો. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

(10:32 AM IST)