તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
દેશમાં પ્રથમવાર ડિજિટલ વસ્તી ગણતરી: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ 'સ્વ-ગણતરી' પ્રક્રિયા પૂર્ણ કરી
17 થી 31 મે સુધીમાં http://se.census.gov.in પોર્ટલ પર ભાગીદારી નોંધાવવા નાગરિકોને અનુરોધ, સચોટ નીતિ નિર્માણ માટે યોગદાન મહત્વપૂર્ણ

ગાંધીનગર તા.૨૨ : દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી ડિજિટલ પદ્ધતિથી થઈ રહી છે, ત્યારે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ 'સ્વ-ગણતરી' (Self-Enumeration) પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી હતી.
તેઓએ ગુજરાતના તમામ નાગરિકોને 17 થી 31 મે સુધીમાં http://se.census.gov.in પોર્ટલ પર જઈને આ રાષ્ટ્રીય કવાયતમાં પોતાની ભાગીદારી અવશ્ય નોંધાવવા નમ્ર અનુરોધ કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દેશના ઉજ્જવળ ભવિષ્ય અને સચોટ નીતિઓના નિર્માણમાં આપણું એક નાનું યોગદાન પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
