<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સીઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમની સપાટી 131.26 મીટર પર પહોંચી

છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 1 મીટરનો વધારો: હાલમાં નર્મદા ડેમ 73% જેટલો ભરાયેલો:મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક

અમદાવાદ : સીઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમ 131 મીટરને પાર થઈ ચૂક્યો છે. જ્યાં સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાંથી 44,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને ડેમની સપાટી 131.26 મીટર પર પહોંચી ચૂકી છે. . ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને 24 કલાકમાં જળ સપાટીમાં 1 મીટરનો વધારો થઈ ગયો. હાલમાં નર્મદા ડેમ 73% જેટલો ભરાયેલો છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે.

નર્મદા ડેમમાં અત્યારે 131.31 મીટર જેટલી એની જળસપાટી પહોંચી છે એટલે હવે માત્ર નર્મદા ડેમ 7.68 મીટર જેટલો બાકી છે કારણ કે એની જળસપાટી મહત્તમ જળસપાટી 138.68 મીટર છે એટલે આ જે નર્મદા ડેમની જો વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે અને ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બર મહિનામાં નર્મદા ડેમ સંપૂર્ણતઃ ભરાતો હોય છે એટલે હવે નર્મદા ડેમ ભરાવવાની તૈયારી તરફ વધી રહ્યો છે કારણ કે આવનારા સમયમાં જો ચોમાસુ નબળું રહે અને પાણીની જરૂરિયાત જો ઉનાળામાં ઊભી થાય તો નર્મદા ડેમમાંથી પાણી સિંચાઈ અને પીવા માટે પૂરું પાડી શકાય છે. હાલ નર્મદા ડેમ 76% જેટલો ભરાયો છે.

(4:43 PM IST)