<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

અમદાવાદમાં ડુપ્લીકેટ પ્લાઝમા રેકેટના આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

રાજ્યમાં આવેલી આશરે 700 જેટલી બ્લડ બેંકોની કામગીરી પર પણ શંકાની સોય તણાઈ:સમગ્ર કેસમાં ગુજરાતની અન્ય સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ

અમદાવાદમાં સામે આવેલા ડુપ્લીકેટ પ્લાઝ્મા રેકેટ મામલે તપાસનો વ્યાપ સતત વધી રહ્યો છે. મુખ્ય આરોપી દિનેશના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. આ ગંભીર કૌભાંડમાં હવે મહારાષ્ટ્રની એજન્સીઓ અને ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ સક્રિય રીતે જોડાયું છે, કારણ કે પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રની બે બ્લડ બેંકો—ગજાનંદ અને વાસીમ—રેકેટમાં સીધી રીતે સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે, જેના મારફતે પ્લાઝ્માનો સપ્લાય કરવામાં આવતો હતો. રાજ્યમાં આવેલી આશરે 700 જેટલી બ્લડ બેંકોની કામગીરી પર પણ શંકાની સોય તણાઈ છે. આ સમગ્ર કેસમાં ગુજરાતની અન્ય સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જેનો એક વિગતવાર અહેવાલ ટૂંક સમયમાં પોલીસ મહાનિર્દેશક (DGP) ને સુપરત કરવામાં આવશે.

(9:29 PM IST)