<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

સુરતના પલસાણા વિસ્તારમા ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર દેવીપુજક ગેંગના પાચ આરોપીઓને મુદામાલ સાથે ઝડપી લેવાયા : જુઓ વિડિયો

ઘરફોડ ચોરી કરેલ કુલ કિ.રૂ.૪,૩૪,૩૦૦/- ના મુદ્દામાલ સાથે દબોચી વણશોધાયેલ ઘરફોડ ચોરી ના કુલ-૪ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત ગ્રામ્ય એલ.સી.બી/પલસાણા પોલીસ

સુરત :તાજેતરમાં સુરત ગ્રામ્ય જીલ્લામાં પલસાણા પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મકાનોમા બારી દરવાજાના ગ્રીલતોડી કિમતી સામાનની ઘરફોડ ચોરીના ગુનાઓ બનેલ હોય જે બાબતે  પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગ,સુરતનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સુરત ગ્રામ્યનાઓએ બનેલ ઘરફોડ ચોરીના વણશોધાયેલ ગુનાઓમા શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડ તથા સ્થાનીક પોલીસને જરૂરી દીશા સુચન અને માર્ગદર્શન આપેલ.
જેથી એન,જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા બી.ડી.ઝીલરીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, પલસાણા પો.સ્ટે નાઓએ સુરત ગ્રામ્ય એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ તથાપલસાણા પોલીસના અધિકારી/પોલીસ માણસોની અલગ-અલગ ટીમો તૈયાર કરી જરૂરી દીશાસુચન અને માર્ગદર્શન હેઠળ ટેકનીકલ તથા અંગત હ્યુમન શોર્શીસ દ્વારા ચોક્કસ દીશામા વર્ક આઉટ કરી પલસાણા વિસ્તારમા બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢી આરોપીઓ ને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરેલ.
  જે અનુસંધાનમા સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો તથા પલસાણા પોલીસના અધિકારી/માણસોની અલગ અલગ ટીમો ચોક્કસ પ્લાનીંગ બનાવી બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમા જગ્યાની આજુબાજુના સી.સી.ટીવી ફુટેજ ચકાસણી કરી, ગુનાઓ આચરનાર અજાણ્યા આરોપી ઈસમોઅને મહિલાઓ હોય જેઓના ફોટા અને વર્ણન મળી આવેલ જેના આધારે અંગત હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ ઇન્ટેલીજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલીંગમા હતા.
  જેથી સુરત ગ્રામ્ય એલ.સી.બી/પલસાણા પોલીસની ટીમને સયુક્ત રીતે હકિકત મળેલ કે, મૌજે બલેશ્વર બિલાલનગર ખાતે ખાનભાઇની ચાલમા બીજા માળે રહેતા કેટલાક ઇસમો તથા મહીલાઓ રીક્ષા નંબર-GJ-05-CV-3303 માં ચોરી કરી લાવી ચોરીનો સામાન પોતાના રહેણાક રૂમોમા સંતાડી રાખેલ છે.જે હકિકતના આધારે તાત્કાલીક હકિકતવાળી જગ્યાએ દરોડો પાડી બિલાલનગર ખાતે ખાનભાઇની ચાલમા ભાડેથી રહેતા (૧) કિશોરભાઇ રતિલાલ ઉર્ફે રતુભાઇ રાયાભાઇ દેવીપુજક (૨) હરેશભાઈ ગોપાળભાઈ ડાહ્યાભાઇ દેવીપુજક ઉ.વ.૨૩ તથા (૩) કાજલબેન w/o હરેશભાઇ ગોપાળભાઇ દેવીપુજક ઉ.વ.૨૧તથા (૪) ફીરોજ સાદીક અંસારી ઉ.વ.૨૩ તથા (૫) ભુરીબેન D/O રતુભાઇ ઉર્ફે રતીલાલ રાયાભાઇ દેવીપુજક આરોપીઓને ઝડપી પાડી તેઓના ઘરમા તપાસ કરતા મોટી માત્રામા અલગ અલગ જગ્યાએથી ઘરફોડ ચોરીઓ કરી, છુપાવી રાખેલ કિમતી સર સમાન મળી આવેલ, જે બાબતે તમામની સઘન પુછપરછ હાથ ધરતા પલસાણા તાલુકા વિસ્તાર મા આવેલ અલગ અલગ જગ્યાએથી ઘરફોડ ચોરીઓ કરી, જે ચોરીઓમા મળેલ મુદ્દામાલ હોવાનું જણાવતા આરોપીઓના ઘરમાથી મળી આવેલ ચોરીનો મુદ્દામાલવધુ તપાસ અર્થે કબ્જે કરી પકડાયેલ તમામ આરોપીઓ વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ ઘરફોડ ચોરી કરનાર આરોપીઓના નામ સરનામા
1. આરોપી:- કિશોરભાઇ રતિલાલ ઉર્ફે રતુભાઇ રાયાભાઇ દેવીપુજક ઉ.વ.૨૩ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહે-હાલ કારેલી આર્યા સોસાયટી મકાન નંબર- ૪૭૦ તા.પલસાણા જી.સુરત મુળ રહે-કુંવારદ વાઘરી મહોલ્લો કુવાના બાજુમા તા.સમી જી.પાટણ
2. આરોપી:- હરેશભાઇ ગોપાળભાઇ ડાહ્યાભાઇ દેવીપુજક ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે-હાલ બલેશ્વર બિલાલ નગર ખાનભાઇની ચાલમા તા.પલસાણા જી.સુરત મુળ રહે-દેલમાલ વાઘરી વાસ તા.ચાણસ્મા જી.પાટણ

૩.આરોપી:- ફીરોજ સાદીક અંસારી ઉ.વ.૨૩ ધંધો-છુટક મજુરી રહે-હાલ બલેશ્વર બિલાલ નગર ખાનભાઇની ચાલમા રૂમ નંબર -૧૩ તા. પલસાણા જી.સુરત મુળ રહે-બરઇપાર થાના -ભાટપારાની જી.દેવરીયા (યુ.પી)
4.આરોપી:- કાજલબેન w/o હરેશભાઇ ગોપાળભાઇ દેવીપુજક ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે-હાલ બલેશ્વર બિલાલ નગર ખાનભાઇની ચાલમા તા.પલસાણા જી.સુરત મુળ રહે-દેલમાલ વાઘરી વાસ તા.ચાણસ્મા જી.પાટણ
5.આરોપી:- ભુરીબેન D/O રતુભાઇ ઉર્ફે રતીલાલ રાયાભાઇ દેવીપુજક તથા ફિરોજ સાદીક અંસારીની પત્ની ઉ.વ.૩૦ ધંધો-શાકભાજીની લારી રહે-હાલ બલેશ્વર બિલાલ નગર ખાનભાઇની ચાલમા તા.પલસાણા જી.સુરત મુળ રહે-કુંવારદ વાગરીવાસ તા-સમી જી-પાટણ)
6.વોન્ટેડ આરોપી:- પ્રીન્સ ઉર્ફે રામદાસ રતીલાલ ઉર્ફે રતુભાઇ દેવીપુજક રહે-હાલ કારેલી આર્યા સોસાયટી મકાન નંબર- ૪૭૦ તા.પલસાણા જી.સુરત મુળ રહે-કુંવારદ વાઘરી મહોલ્લો કુવાના બાજુમા તા.સમી જી.પાટણ

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગ, સુરતનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ નિચે મુજબના અધિકારી કર્મચારીઓએ ઉપરોકત પ્રસંશનીય કામગીરી કરેલ છે.
 એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય
 બી.ડી.ઝીલરીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, પલસાણા પોલીસ સ્ટેશન
કે.જી.ચૌધરી પોલીસ સબ ઈન્સ, પલસાણા પોલીસ સ્ટેશન
 એ.એન.ચૌહાણ પોલીસ સબ ઈન્સ, એલ.સી.બી સુરત ગ્રામ્ય
એચ.સી.મસાણી પોલીસ સબ ઈન્સ, એલ.સી.બી સુરત ગ્રામ્ય
જે.એલ.પટેલ. પોલીસ સબ ઈન્સ, એલ.સી.બી સુરત ગ્રામ્ય
એલ.સી.બી/પલસાણા પોલીસ કર્મચારીની ટીમ
> એ.એસ.આઈ શૈલેષભાઇ માનસિંગભાઈ નોકરી.LCB સુરત ગ્રામ્ય
> અ.હે.કો અમરતજી રાઘાજીભાઈ, નોકરી. LCB સુરત ગ્રામ્ય
> અ.હે.કો ચિરાગકુમાર જયંતીલાલ નોકરી.LCB સુરત ગ્રામ્ય
> અ.હે.કો પ્રહલાદસિંહ ભુપતસિંહ નોકરી.LCB સુરત ગ્રામ્ય
> અ.હે.કો નિકેતકુમાર ખુમાનસંગ નોકરી.પલસાણા પો.સ્ટે
> અ.હે.કો હેમંતભાઈ ઘનશ્યામભાઈ નોકરી પલસાણા પો.સ્ટે
> આ.પો.કો જીગરભાઇ દિનેશભાઈ નોકરી પલસાણા પો.સ્ટે
> આ.પો.કો વિક્રમભાઈ ગંધુભાઈ નોકરી પલસાણા પો.સ્ટે
> આ.પો.કો નિલેશભાઇ જગદીશભાઈ નોકરી પલસાણા પો.સ્ટે
> આ.પો.કો સંજયભાઈ હેમંતભાઈ નોકરી પલસાણા પો.સ્ટે
> આ.પો.કો વિષ્ણુભાઈ નારણભાઇ નોકરી પલસાણા પો.સ્ટે
> આ.પો.કો મહીપાલસિંહ દિપકસિંહ નોકરી.પલસાણા પો.સ્ટે
> વુ.પો.કો દેવુબેન ભુરાભાઈ નોકરી. પલસાણા પો.સ્ટે

(9:18 PM IST)