<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

પાંચ સિસ્ટમ એકસાથે સક્રિય :રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદનું જોર વધશે :ભારેથી અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના

અમદાવાદ : રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત પાંચ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

(1:44 PM IST)