<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

માંગરોળના પાટખરેડામાં ‘ફ્લેમિંગો’ ઘાયલ હાલતમાં મળી આવ્યુ

થાકી જતાં ફ્લેમિંગો જમીનદોસ્ત થયું, વન વિભાગે રેસ્ક્યુ કરી સારવાર આપી

સુરત વન વિભાગ હસ્તકની વાંકલ રેન્જમાં આવતા  સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાટખરેડા ગામમાં એક આકર્ષક વિદેશી મહેમાન ‘ફ્લેમિંગો’ ઘાયલ હાલતમાં મળી આવ્યુ હતું. લાંબી મુસાફરીના થાકને કારણે ઉડવાની સ્થિતિમાં ન રહેલા આ પક્ષીને વન વિભાગની ટીમે ત્વરિત રેસ્ક્યુ કરી નવજીવન આપવા પ્રયાસ કર્યો છે. પાટખરેડા ગામના સરપંચ જમશીભાઈ ચૌધરીની નજર આ ગુલાબી પક્ષી પર પડી હતી.
પક્ષી ઉડી શકતું ન હોવાથી તેમણે તાત્કાલિક વાંકલ રેન્જ વન વિભાગને જાણ કરી હતી
આર.એફ.ઓ. જે. એ. ખોખરના માર્ગદર્શન હેઠળ ટીમ સ્થળ પર પહોંચી હતી અને પક્ષીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પશુચિકિત્સા કેન્દ્રમાં ખસેડ્યું હતું.
ગુલાબી રંગનું રહસ્ય
શું તમે જાણો છો? ફ્લેમિંગો જન્મ સમયે સફેદ કે રાખોડી હોય છે. તે જે લીલ અને ઝીંગા ખાય છે તેમાં રહેલા "કેરોટીનોઈડ" પિગમેન્ટને કારણે તેનો રંગ આકર્ષક ગુલાબી બને છે.
પર્યાવરણના સંતુલન માટે મહત્વનું
વન‎વિભાગના અધિકારી ખોખરે જણાવ્યું હતું કે,‎"ફ્લેમિંગો એક સંરક્ષિત પક્ષી છે અને પર્યાવરણના‎સંતુલનમાં તેની ભૂમિકા મહત્વની છે. જો કોઈ‎નાગરિકને આવું પક્ષી કે વન્યજીવ ઘાયલ હાલતમાં‎મળે તો તુરંત વન વિભાગનો સંપર્ક કરવો

(1:42 PM IST)