<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

સુરતના ખટોદરા વિસ્તારમાં સોસ્યો સર્કલ નજીક પૂર જેવી સ્થિતિ:૧૫થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ

દુકાનોમાં અડધી દુકાન ડૂબી જાય તેટલું પાણી ભરાઈ જવાથી માલ-સામાનને મોટું નુકસાન થયુ

સુરતના ખટોદરા વિસ્તારમાં  સોસ્યો સર્કલ નજીક ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી સ્થિતિમાં ૧૫થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને વેપારીઓએ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે... સતત વરસી રહેલા વરસાદને કારણે સોસ્યો સર્કલ વિસ્તારમાં રોડ પર જળબંબાકારની સ્થિતિ જોવા મલી... દુકાનોમાં અડધી દુકાન ડૂબી જાય તેટલું પાણી ભરાઈ જવાથી માલ-સામાનને મોટું નુકસાન થયું છે અને સ્થાનિકો મુશ્કેલીમાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવાની કામગીરી કરી છે.

(10:56 PM IST)