<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

અંબિકા નદીમા ઘોડાપૂરની સ્થિતિ : દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા :16 ગામડાઓ એલર્ટ પર

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ

નવસારી: અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે ,દેવધા ટાઈડલ ડેમના ૨૦ દરવાજા ખોલીને પાણી છોડાતા કિનારાના 16 ગામડાઓ એલર્ટ પર છે  નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે તંત્ર દ્વારા ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ટાઈડલ ડેમના ૨૦ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે

ઉપરવાસમાં ભારે વરસાદ થતાં અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે.

 ડેમના કુલ 40 દરવાજામાંથી 20 દરવાજા તાકીદે ખોલવામાં આવ્યા છે.

 નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારના 16થી વધુ ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. 

(12:23 PM IST)