<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૮મી જયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ તેમજ ગાંધીનગરની સફલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હ

ગાંધીનગર:‘માવળંકરદાદા’ હેતાળ નામથી લોકહૃદયમાં પ્રતિષ્ઠિત બનેલા શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૮મી જયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ સી.બી.પંડ્યા દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ તેમજ ગાંધીનગરની સફલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરનાતૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ તા. ૨૭મી નવેમ્બર, ૧૮૮૮ના રોજ વડોદરા મુકામે થયો હતો. સન ૧૯૧૩માં વકીલ તરીકેની કારકિર્દી શરૂ કર્યા બાદ તેમણે સન ૧૯૧૪થી સરદાર પટેલ અને સન ૧૯૧૬થી મહાત્મા ગાંધી સાથે મુક્તિસંગ્રામના જાહેર જીવનની શરૂઆત કરી હતી. 
વ્યક્તિગત સત્યાગ્રહ અને ખેડાની લડતમાં ભાગ લઈ તેમણે કુલ ૩૩ મહિના કારાવાસ ભોગવ્યો હતો. તેઓ આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ (સન ૧૯૩૭-૪૬, તેમજ ૧૯૪૭-૫૨ દરમિયાન મુંબઈ ધારાસભાના પ્રમુખ) અને ત્યારબાદ ૧૯૫૨-૫૬ દરમિયાન લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. ભારતની ઊગતી સંસદીય લોકશાહીમાં સંગીન પ્રણાલિકાઓ પાડનાર આદર્શ અધ્યક્ષ એવા ગણેશ વાસુદેવ માવળંકરનું અવસાન તા. ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૫૬ના રોજ અમદાવાદ ખાતે થયું હતું

(3:36 PM IST)