<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ભારે વરસાદની આગાહી પગલે, રાજપીપળા નગરપાલિકા ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા

નીચાણ વાળા વિસ્તારોમાં રૂબરૂ જઈ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી અને લોકો ને સ્થળાંતર થવા પણ જણાવવામાં આવ્યું હ

( ભરત શાહ દ્વારા )નર્મદા :આવનારા બે દિવસમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજપીપળા નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું.

રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી જયકિશન તડવીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી નગરના નીચાણ વાળા વિસ્તારોમાં રૂબરૂ જઈ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી અને લોકો ને સ્થળાંતર થવા પણ જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે જો આપ જર્જરીત કે ભયગ્રસ્ત મકાનમાં રહેતા હોવ તો તાત્કાલિક અન્ય સલામત સ્થળે રહેવા માટે ખસી જવા જણાવવામાં આવ્યું છે.જો આપ નીચાણવાળા વિસ્તારમાં વસાવાટ કરતા હોવ તો જરૂરી તકેદારીના પગલાં અત્યારે જ લઈ લેવા માટે નગરપાલિકા ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ તબક્કે પ્રાંત અધિકારી અને નગરપાલિકા ટીમે લોકોને સાવચેત કરવા જરૂરી પગલા લીધા હતા

(10:22 PM IST)