તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ગાંધીનગરમાં ફૂડ વિભાગ દ્વારા હાઈવે પરની હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ: સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર 6 હોટલને નોટિસ ફટકારાઇ
31 પેઢીઓમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે તપાસ કરી વેપારીઓને બંનેના અલગ-અલગ બોર્ડ લગાવવા સૂચના અપાઈ

ગાંધીનગરમાં ફૂડ વિભાગે હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી છે. સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર 6 હોટલને નોટિસ ફટકારવામાં આવી છે. અડાલજ-મહેસાણા હાઈવેની લીલીવાડી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, છત્રાલની મારુતિનંદન કાઠિયાવાડી હોટલ, અડાલજના ખોડિયાર કાઠિયાવાડી ઢાબા અને મહારાજ હોટલને નોટિસ અપાઈ છે. આ ઉપરાંત ચંદ્રાલાની વિનય હોટલ અને છાલાની પાલવ હોટલને પણ નોટિસ ફટકારાઈ છે. હોટલ સંચાલકોને સમયમર્યાદામાં સ્વચ્છતા અંગેની ક્ષતિઓ દૂર કરવા આદેશ કરાયો છે. બીજી તરફ, 31 પેઢીઓમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે તપાસ કરી વેપારીઓને બંનેના અલગ-અલગ બોર્ડ લગાવવા સૂચના અપાઈ છે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
