<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

હીરામણિ હાયર સેકન્‍ડરી સ્‍કુલ ખાતે ફુડ ફિએસ્‍ટાની ઉજવણી

 

રાજકોટ :. હીરામણિ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ) ખાતે બુધવાર, ૦૯-૦૯-૨૦૨૬ના દિવસે કોમર્સના વિદ્યાર્થીઓને બિઝનેસ સ્‍ટાર્ટ અપ થી માહિતગાર કરવા તથા અનુભવ આપવાના આશયથી હીરામણિ ફૂડ ફિએસ્‍ટા કાર્યક્રમનું આયોજન કરાયુ. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ જાત મહેનતથી ઉભા કરેલા ફૂડ સ્‍ટોલ પર સમગ્ર દિવસ દરમિયાન જાતે બનાવેલા ફ્રેશ ફૂડનું વેચાણ કર્યું. સ્‍વ ખર્ચે તૈયાર કરાયેલ સ્‍વાદિષ્ટ ફૂડ આઈટમની શાળાના વિદ્યાર્થીઓએ મજા માણી. ફૂડ ફિએસ્‍ટાનું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું. સંસ્‍થાના પ્રમુખ શ્રી નરહરિ અમીને વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ તેમ ભગવત અમીન સી.ઇ.ઓ. જણાવે છે.

(1:17 PM IST)