તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 11th September 2026
આણંદની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગ:રાત્રે ફ્રૂટ સલાડ ખાધા બાદ હોસ્ટેલમાં અંદાજે 60 વિદ્યાર્થિનીની તબિયત લથડી
વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલ્ટીની તકલીફ થતાં સારવાર માટે ખસેડાઇ :વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા

આણંદની રાણક ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. રાત્રે ફ્રૂટ સલાડ ખાધા બાદ હોસ્ટેલમાં રહેતી અંદાજે 60 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલ્ટીની તકલીફ થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હોસ્ટેલમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા સામે પણ વિદ્યાર્થિનીઓએ સવાલો ઉઠાવ્યા છે. સાથે જ તબિયત લથડ્યા બાદ સારવારની વ્યવસ્થા કરવામાં સંચાલકોએ ઢીલ કરી હોવાનો પણ વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે હોસ્ટેલમાં ચકચાર મચી છે અને ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ જાણવા તપાસની જરૂરિયાત ઉભી થઈ છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
