<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

નાંદોદના વરખડમાં ખેતરમાંથી મંજૂરી વગર કાપેલા સાગના ૧૦૦ ઝાડ વન વિભાગે જપ્ત કર્યા

પરવાનગી વગર સાગના વૃક્ષો કાપવા બદલ ખેડૂત સામે વન અધિનિયમ હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજ પીપળા નજીકના વરખડ ગામે રહેતા એક ખેડૂત દ્વારા પોતાની માલિકી ના ખેતરમાં પોતે ઉગાડેલા 100 જેટલા સાગના ઝાડ પરવાનગી વગર કાપી નાખતાં રાજપીપળા રેન્જ ના વનનકર્મીઓ ને આ બાબત ની બાતમી મળતા વન કર્મીઓની ટિમ વરખડ ગામે પહોચી હતી અને 100 જેટલા સાગના ઝાડ કાપી નાખેલી હાલતમાં પડેલા લાકડા કબજે કર્યા હતા જેને અન્ય વાહન મા ભરી લાવી રાજપીપળા વન વિભાગ ની એસ ટી ડેપો સામે આવેલી કચેરી ના કંપાઉન્ડમાં મૂકી દેવાયા હતા.
  સાગ ના ઝાડ જંગલી ઝાડ ગણાય છે અને જો કોઈ ખેડૂતે પોતાના ખાનગી ખેતરમાં વેચાણ કરવા ના ઉગાડયા હોય તો આ વૃક્ષો ને કાપીને વેચાણ કરવા માટે જંગલ ખાતાની જરૂરી પરવાનગી મેળવવાની હોય છે અને જો પરવાનગી વગર સાગના ઝાડ કાપવામાં આવે તો એ વન અધિનિયમ હેઠળ ગુનો બનતો હોય છે જેના અવેજમાં ખેડૂતને દંડ કરવાની પણ જોગવાઈ વન અધિનિયમ હેઠળ કરવામાં આવેલી છે.
નર્મદાના વરખડ ગામે 100 જેટલા સાગના અનામત ઝાડો કાપી નાખવાની ઘટના બાબતે રાજપીપળા વન વિભાગના આરએફઓ એચ વનાળા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમના દ્વારા આ ઘટના બાબતે કહેવામાં આવ્યું હતું કે વરખડ ગામે આવેલા ખેડૂતે સાગના ઝાડ વન વિભાગની જરૂરી મંજૂરી વગર કાપી નાખવામાં આવતા આ ઝાડ માંથી નીકળેલા લાકડા કબજે કરી લેવામાં આવ્યા છે આ બાબતે વન અધિનિયમ હેઠળ આ સાગના ઝાડને કાપવા માટેની પરવાનગી ખેડૂત દ્વારા લેવામાં આવી નથી માટે આ કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી અંગે વધુ જણાવ્યું હતું કે પરવાનગી વગર સાગના ઝાડો કાપી નાખવા બદલ ખેડૂતને દંડ પણ થઈ શકે છે

(10:39 PM IST)