News of Monday, 22nd June 2026
નડિયાદમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર અને તેમના પુત્ર પર પડોશીઓ દ્વારા હુમલો :બંનેને ગંભીર ઈજા
ઝાડ કાપવાની સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો મારામારીમાં ફેરવાતા આરોપી નીતિન પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિએ ધારિયા વડે હુમલો કરી બંનેને ગંભીર ઈજાઓ પહોંચાડી

નડિયાદ શહેરના વોર્ડ નંબર 10 ના ભાજપના પૂર્વ કાઉન્સિલર તૃપ્તિબેન અને તેમના પુત્ર રૂપીત પર પડોશીઓ દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઝાડ કાપવાની સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો મારામારીમાં ફેરવાતા આરોપી નીતિન પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિએ ધારિયા વડે હુમલો કરી બંનેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પૂર્વ કાઉન્સિલરના પતિ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે. હાલ પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
