<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઇ રૂપાણીના ભાઇ લલિતભાઇનું દુઃખદ અવસાનઃ શુક્રવારે અમદાવાદમાં પ્રાર્થનાસભા

રાજકોટ : શ્રી લલિતભાઈ રમણીકલાલ રૂપાણી તે શ્રીમતી રંજનબેન લલિતભાઈ રૂપાણીના પતિ, રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. શ્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રી પ્રવિણભાઈ રૂપાણીના ભાઈ,શ્રી રાજેશભાઈ રૂપાણી તથા શ્રી અમિનેશભાઈ રૂપાણીના પિતા, શ્રીમતી નીતા રાજેશ રૂપાણી તથા શ્રીમતી વિમી અમિનેશ રૂપાણીના સસરા અને દેવર્ષિ, પંક્‍તિ તથા કાવ્‍યાના પ્રિય દાદાશ્રી, સ્‍વ. તારાચંદ કપૂરચંદ અંબાવીના જમાઈશ્રીનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનો તોહ, સાદગી, સંસ્‍કાર અને પરિવાર પ્રત્‍યેનો અખૂટ પ્રેમ હંમેશા સૌના હૃદયમાં અવિસ્‍મરણીય રહેશે. તેમના વિયોગથી પરિવાર તથા તોહીજનોને અપાર દુઃખ થયું છે.સદ્‌ગતની અંતીમયાત્રા સવારે ૯:૩૦ વાગ્‍યે નીકળી હતી. સદ્‌ગતની  પ્રાર્થના સભા શુક્રવાર, તા.૨૨ ના રોજ સવારે ૯  થી ૧૧ વાગ્‍યા સુધી, અમદાવાદ ખાતે રાખેલ છે. પ્રાર્થના સભાનું સ્‍થળ હવે પછી જાહેર થશે. પરમાત્‍મા તેમની આત્‍માને શાંતિ અર્પે.ૐ શાંતિ

(2:46 PM IST)