<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

નિઝર વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ગામીતનું હાર્ટએટેકથી નિધન :સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું

સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉચ્છલ બેઠક પરથી ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી: પૂર્વ ધારાસભ્યના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ડાંગના શામગહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો

તાપી જિલ્લાના નિઝર વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીતનું દુઃખદ અવસાન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ હાલમાં યોજાનારી સુમુલ ડેરીની ચૂંટણીમાં ઉચ્છલ બેઠક પરથી ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી.

 

ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનિલ ગામીતનું મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર તેઓ ચૂંટણીના પ્રચારના ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલી એક હોટલમાં અન્ય ઉમેદવારો સાથે રોકાયા હતા. આ દરમિયાન રાત્રિના સમયે તેમને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું.

 

 

નિઝર વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામીતના નિધનના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં અને કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પૂર્વ ધારાસભ્યના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ડાંગના શામગહન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. તેમના અવસાનથી કોંગ્રેસ પક્ષને મોટી ખોટ પડી છે.

 

(11:44 AM IST)