<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સુરેન્દ્રનગરના લખતરમાં પૂર્વ ICDS ચેરમેનના પુત્ર પર જીવલેણ હુમલો અને લૂંટથી સનસનાટી

સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બે શખ્સોએ પાઇપ વડે હુમલો કરી યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં પૂર્વ ICDS ચેરમેનના પુત્ર પર જાનલેવા હુમલો અને લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બે શખ્સોએ પાઇપ વડે હુમલો કરી યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે ભોગ બનનાર પક્ષના આક્ષેપોના આધારે લખતર પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો નોંધીને બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

(9:36 PM IST)