<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

કડીના રાજપુરમાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે પૂર્વ ધારાસભ્ય મેદાનમાં ઉતર્યા : ઉગ્ર આંદોલનની ચીમકી

પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી: GPCBની નિષ્ક્રિયતા સામે ભરતજી ઠાકોરે ફેક્ટરીઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી અન્યથા ઉગ્ર જન આંદોલનની ચીમકી આપી .

મહેસાણાના કડીના રાજપુર ગામમાં કેમિકલ ફેક્ટરીઓના પ્રદૂષણને લઈને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. અંબુજા સોલ્વેક્સ અને અંબુજા ઈન્ટરમીડિએટ્સ પર કેમિકલયુક્ત ઝેરી પાણી જમીનમાં ઉતારવાનો આક્ષેપ છે, જેનાથી ભૂગર્ભ જળ દૂષિત થતા કૂવા અને બોરમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે. પ્રદૂષિત પાણી અને ધુમાડાને કારણે ગ્રામજનોમાં ગંભીર બીમારીઓ વધી છે અને ખેતીલાયક જમીન બંજર બની છે. GPCBની નિષ્ક્રિયતા સામે આક્ષેપ કરતા ભરતજી ઠાકોરે ફેક્ટરીઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે, અન્યથા ઉગ્ર જન આંદોલનની ચીમકી આપી છે.

(11:14 PM IST)