<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

યુકો બેન્‍કના પૂર્વ અધિકારીઓને ફ્રોડના કેસમાં CBI કોર્ટે ૩ વર્ષની જેલ કરી

અમદાવાદની જાગૃતિ પ્‍લાસ્‍ટિક્‍સના માલિક જાગૃતિ નિમેશ પરીખને પણ ત્રણ વર્ષની જેલની સજા કરી

અમદાવાદ,તા.૧૬: રાષ્ટ્રીય કૃત બેન્‍ક યુકો બેન્‍કની ગાંધીનગરના ચિલોડામાં આવેલી શાખાના સિનિયર મેનેજર શ્રીમતી ભગવતી પ્રસાદ અને આસિસ્‍ટન્‍ટ મેનેજર ભાસ્‍કર રમેશચંદ્ર સોનીને તથા અમદાવાદની મેસર્સ જાગૃતિ પ્‍લાસ્‍ટિક્‍સના માલિક જાગૃતિબેન નિમેષ પરીખને ત્રણ વર્ષની આકરી જેલની સજા અને કુલ મળીને રૂા. ૩૦ લાખનો દંડ પણ કર્યો છે.

સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશને  ૨૦૧૬ની સાલની ૨૭મી એપ્રિલે થયેલા  કૌબાંડમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્‍યું હતું કે આરોપી સિનિયર મેનેજર શ્રીમતી ભગવતી પ્રસાદ, આસિસ્‍ટન્‍ટ મેનેજર ભાસ્‍કર રમેશ સોની તથા મેસર્સ જાગૃતિ પ્‍લાસ્‍ટિકના માલિક જાગૃતિ પરીખે ફ્રોડ કરીને ખોટી રીતે કેશ

ક્રેડિટની લિમિટ મંજૂરકરી દીધી હતી અને તે  પ્રમાણે નાણાંની ફાળવણી પણ કરી દીધી હતી. તેમણે ગેરકાયદેસર રીતે ટર્મ લોન પણ આપી હતી. કુલ મળીને રૂા. ૬.૪૩ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આ લોનની મંજૂરી બોગસ દસ્‍તાવેજોને આધારે કરવામાં આવીહતી. અલગ અલગ સત્તર વ્‍યક્‍તિઓને તેમના ખાતામાં રકમ ગેરકાયદેસર રીતે

આપી હતી. ડિસેમ્‍બર ૨૦૧૫ની સ્‍થિતિએ ઉપરોક્‍ત ૧૭ ખાતાઓમાં મળીને કુલ રૂા. ૩.૬૩ કરોડ વસૂલવાના બાકી હતી. પરંતુ ગેરકાયદેસર લોન મેળવનાર ૧૭ ખાતેદારને આપેલી લોન નોન પરફોર્મિગ એસેટ્‍સ-એનપીએમાં રૂપાંતરિત થવાને આરે પહોંચી ગઈહતી. પરિણામે યુકો બેન્‍કને બહુ જ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડ્‍યું હતું. આ કેસમાં તપાસ કરીને સીબીઆઈએ ૧૭મી નવેમ્‍બર ૨૦૧૭ના ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ ચાર્જશીટને આધારે થયેલી કોર્ટ કાર્યવાહીને અંતે સીબીઆઈ કોર્ટના માનનીય જજે ૨૪મી નવેમ્‍બર ૨૦૨ના ઓર્ડર કરીને સીબીઆઈને અલગ ચાર્જશીટ ફાઈલ કરવા જણાવ્‍યું હતું. 

(10:02 AM IST)