તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીને પરત કર્યા કરોડો રૂપિયા
PMJVK પ્રોજેક્ટમાંથી પણ રાજીનામું ગુજરાત યુનિવર્સિટીમાં ૧૪ કરોડ રૂપિયાથી વધુની રકમ પરત જમા કરાવી છે. આ રકમ PMJVK અને બ્રેઈન મેપીંગ પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટ સાથે સંબંધિત

અમદાવાદઃ તા.૨૩: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સાથે જોડાયેલા પ્રોજેક્ટની ગ્રાન્ટ મામલે મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, નીરજા ગુપ્તાએ ગુજરાત યુનિવર્સિટીમાં ૧૪ કરોડ રૂપિયાથી વધુની રકમ પરત જમા કરાવી છે. આ રકમ PMJVK અને બ્રેઈન મેપિગ પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટ સાથે સંબંધિત હોવાનું જણાવાયું છે. મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલે નિવૃત્ત જજની કમિટી દ્વારા તપાસ ચાલી રહી છે. આ તપાસ વચ્ચે જ નીરજા ગુપ્તાએ રકમ પરત કરી હોવાનું અને સંબંધિત પ્રોજેક્ટમાંથી પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ભ્પ્ જન કલ્યાણ વિકાસ કાર્યક્રમ (PMJVK) અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીને કુલ ૪૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ પૈકી યુનિવર્સિટીને અત્યાર સુધીમાં ૧૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી.આ ગ્રાન્ટની રકમ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે પ્રોજેક્ટ સંભાળતા પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના ખાતામાં જમા થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ૧૬ કરોડ રૂપિયાની મળેલી ગ્રાન્ટમાંથી૧૪ કરોડ રૂપિયાથી વધુની રકમ ડિમાન્ડ ડ્રાફટ મારફતે ગુજરાત યુનિવર્સિટીને પરત મોકલવામાં આવી છે. આમ, કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી મોટી રકમ યુનિવર્સિટીમાં પરત જમા કરવામાં આવી છે.
PMJVK પ્રોજેક્ટ હેઠળ મળેલી ૧૬ કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી અંદાજે ૨ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ખર્ચ અંગે પણ ઓડિટ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.એટલે કે પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી થયેલા ખર્ચની ઓડિટ કરવામાં આવશે અને ખર્ચ સંબંધિત વિગતોની ચકાસણી કરવામાં આવશે. એક તરફ ૧૪ કરોડથી વધુની રકમ યુનિવર્સિટીને પરત મોકલવામાં આવી છે, જ્યારે બીજી તરફ વપરાયેલી આશરે ૨ કરોડ રૂપિયાની રકમના ખર્ચ અંગે ઓડિટની પ્રક્રિયા હાથ ધરવાની વાત સામે આવી છે.
નીરજા ગુપ્તા માત્ર કુલપતિ તરીકે જ નહીં પરંતુ સંબંધિત પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યાં હતાં. કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓ પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે સક્રિય રહ્યાં હોવાનું આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે.હવે PMJVK પ્રોજેક્ટમાંથી પણ નીરજા ગુપ્તાએ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત ભ્પ્થ્સ્ધ્ અને બ્રેઈન મેપિગ પ્રોજેક્ટ સાથે પણ તેઓ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે જોડાયેલા હોવાનું જણાવાયું છે.
આ સમગ્ર મામલામાં વધુ મહત્વની બાબત એ છે કે નિવૃત્ત જજની કમિટી દ્વારા તપાસ ચાલી રહી છે. આ તપાસ વચ્ચે જ ૧૪ કરોડથી વધુની રકમ યુનિવર્સિટીને પરત કરવામાં આવી હોવાનું અને PMJVK પ્રોજેક્ટમાંથી રાજીનામું આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાક્રમ બાદ હવે પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટ, થયેલો ખર્ચ અને પરત કરવામાં આવેલી રકમ અંગે તપાસની દિશા શું રહેશે તેના પર ધ્યાન છે.
PMJVK ઉપરાંત બ્રેઈન મેપિગ પ્રોજેક્ટ સાથે પણ નીરજા ગુપ્તા પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે જોડાયેલા હોવાનું જણાવાયું છે. બંને પ્રોજેક્ટ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ તેમના પર્સનલ એકાઉન્ટમાં જમા થઈ હોવાનું પણ માહિતીમાં જણાવાયું છે. ભ્પ્થ્સ્ધ્ પ્રોજેક્ટમાંથી હવે તેમણે રાજીનામું આપ્યું છે. જોકે, હાલ પણ બે પ્રોજેક્ટમાં તેઓ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્યરત હોવાનું જણાવાયું છે.
આમ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સાથે જોડાયેલા પ્રોજેક્ટની ગ્રાન્ટ મામલે એક તરફ નિવૃત્ત જજની કમિટીની તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ ૧૪ કરોડથી વધુની રકમ યુનિવર્સિટીને પરત કરવામાં આવી છે. સાથે જ PMJVK પ્રોજેક્ટમાંથી પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે રાજીનામું આપવામાં આવ્યું છે. હવે તપાસ દરમિયાન ગ્રાન્ટની રકમ, થયેલા આશરે ૨ કરોડના ખર્ચ, તેની ઓડિટ અને પરત કરાયેલી રકમ અંગે શું વિગતો સામે આવે છે તેના પર સમગ્ર મામલાનું ધ્યાન કેન્દ્રિત થયું છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
