News of Tuesday, 21st April 2026
સુરતના પીપલોદમાં ટેમ્પો ચાલકે અડફેટે લેતા સ્કૂલ રિક્ષામાં સવાર ચાર બાળકોને ઇજા
અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો : સમગ્ર મામલે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી

સુરતના પીપલોદ વિસ્તારમાં સ્કૂલ રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. ટેમ્પો ચાલકે અડફેટે લેતા સ્કૂલ રિક્ષામાં સવાર ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.રિક્ષામાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ સવાર હતા. ઘટનાના સમયે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હોવા છતાં સમયસર પોલીસ ન પહોંચ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
