તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
સુરતમાં લેબગ્રોન ડાયમંડના નામે છેતરપિંડી :રૂ.3.50 કરોડનું રોકાણ કરાવી પ્લાન્ટનું ઉત્પાદન બંધ કરી રૂપિયા પરત ના આપ્યા દીધું :બે લોકોની ધરપકડ
એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારોએ એક વેપારીને ફેક્ટરીમાં મશીનરી ઇન્સ્ટોલ કરવા અને મોટા ઉત્પાદનની લાલચ આપી વિદેશથી નાણાં મંગાવી રૂ.3.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું

સુરતમાં લેબગ્રોન ડાયમંડના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે.એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ભાગીદારોએ એક વેપારીને ફેક્ટરીમાં મશીનરી ઇન્સ્ટોલ કરવા અને મોટા ઉત્પાદનની લાલચ આપી વિદેશથી નાણાં મંગાવી રૂ.3.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું.જો કે, બાદમાં પ્લાન્ટનું ઉત્પાદન બંધ કરી વેપારીના પૈસા પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો.આ મામલે પોલીસે કાર્યવાહી કરીને કંપનીના બે મુખ્ય ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
