તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
ગુજરાત યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં હવે વિદ્યાર્થીઓને નિશુલ્ક Wi-Fi સુવિધા ઉપલબ્ધ કરાવાશે
ખાસ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ પોતાના લોગિન આઈડી અને મોબાઈલ નંબરના આધારે રજીસ્ટ્રેશન કરીને આ સેવાનો લાભ લઈ શકશે

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓ માટે સમગ્ર કેમ્પસમાં વિનામુલ્યે Wi-Fi આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.. યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં હવે વિદ્યાર્થીઓને નિશુલ્ક Wi-Fi સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ પોતાના લોગિન આઈડી અને મોબાઈલ નંબરના આધારે રજીસ્ટ્રેશન કરીને આ સેવાનો લાભ લઈ શકશે. સેનેટ હોલ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં એક જ નેટવર્ક દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જેનાથી લાઈબ્રેરી, ટીચિંગ રિસોર્સિસ અને યુનિવર્સિટીના ઓનલાઈન કોર્સિસનો પણ વિદ્યાર્થીઓને સરળતાથી લાભ મળી શકશે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
