તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા મિત્રોએ જ યુવક પર કર્યો છરી વડે હુમલો
લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

અમદાવાદના અતિ વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આવેલા ઇસ્કોન બ્રિજ નજીક મિત્રતાને શર્મસાર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પોતાના જ મિત્રોને ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા, ઉશ્કેરાયેલા મિત્રોએ તેના પર છરી વડે આડેધડ ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. હુમલાની આ હિંસક ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ હુમલાખોર મિત્રો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી, ફરાર થઈ ગયેલા હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
