તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
સાબરડેરી અને જિલ્લા બેન્કના ભાવિ નેતૃત્વ અંગે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા
સાબરડેરી સાથે જોડાયેલા આશરે 3.25 લાખ પશુપાલકોની નજર આ ચૂંટણી પર ટકેલી છે કે આખરે ડેરીની સત્તાની કમાન કોના હાથમાં જશે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવતા બંને સંસ્થાઓના ભાવિ નેતૃત્વ અંગે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. સત્તાવાર રીતે ચૂંટણી અધિકારીની તબિયત નાદુરસ્ત હોવાનું કારણ આગળ ધરીને આ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ દિવાળીનો તહેવાર વીતી ગયા બાદ પણ હજુ સુધી ચૂંટણીની નવી તારીખો જાહેર કરવામાં આવી નથી. આ ઘટનાક્રમને પગલે ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં સત્તાના સમીકરણો અત્યંત ગરમાયા છે અને આંતરિક ખેંચતાણ તેજ બની છે. હાલ સાબરડેરી સાથે જોડાયેલા આશરે 3.25 લાખ પશુપાલકોની નજર આ ચૂંટણી પર ટકેલી છે કે આખરે ડેરીની સત્તાની કમાન કોના હાથમાં જશે અને તંત્ર દ્વારા નવી ચૂંટણી તારીખો ક્યારે જાહેર કરવામાં આવશે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
