તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
તિલકવાડાના ગંભીરપુરા ગામે પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રને ઝેરી દવા પી આપઘાત કર્યો
વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ લઈ જતા સારવાર દરમ્યાન મોત નીપજેલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગંભીરપુરા ગામમાં પિતાએ ઠપકો આપતા પુત્રએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે.
પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ મરનાર જેસલ કુમાર કનુભાઈ ભીલ ઉંમર વર્ષ 22 રહે ગંભીરપુરા તા.તિલકવાડા જિલ્લો નર્મદાનાઓએ ગઈ તારીખ. ૩૦/૦૪/૨૦૨૬ ના રોજ તેમના પિતાએ કામ બાબતે ઠપકો આપતા પોતાના ઘરની પાછળ વાળાના ભાગે તેને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધેલ હતી તેને પ્રથમ સારવાર ગરૂડેશ્વર સરકારી દવાખાનામાં કરાવી વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા બેભાન જેવા થઈ ગયેલ, ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ લઈ જતા સારવાર દરમ્યાન તારીખ. ૦૨/૦૫/૨૦૨૬ ના રોજ તેનું મોત નિપજતા તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
