તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
સુરતમાં જુગારીઓ પર તવાઈ :વરાછા પોલીસે અલગ-અલગ ચાર સ્થળે દરોડા પાડી જુગાર રમતા 30 લોકોને ઝડપી પાડ્યા
તહેવારો દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી

સુરતમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જુગાર રમવો લોકોને ભારે પડ્યો છે. વરાછા પોલીસે અલગ-અલગ ચાર સ્થળે દરોડા પાડી જુગાર રમતા 30 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં જુગારીઓ પાસેથી રોકડ સહિત કુલ રૂ. 57 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તહેવાર દરમિયાન જાહેરમાં અને વિવિધ સ્થળોએ જુગાર રમાતો હોવાની માહિતીના આધારે વરાછા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચારેય સ્થળે દરોડા પાડી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારો દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
