<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

અમદાવાદના ચાંગોદરમાં ખેતરમાં ધમધમતા જુગારધામ પર દરોડો : 5 જુગારીઓ 15.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા અન્ય 8 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના સનાથલ ગામની સીમમાં વીસ ચારી વાળા આટામાં આવેલા એક ખેતરમાં ખુલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને એક મોટો કેસ શોધી કાઢ્યો છે, જ્યાં પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમી અને રમાડતા કુલ ૫ ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા 1,75,000 તેમજ 8 વાહનો અને 6 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 15,75,000 નો અધધ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા અન્ય 8 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.

(11:20 PM IST)