<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમ વહીવટને લઈને મોટો ફેરફાર :શિક્ષણ વિભાગને બદલે હવે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સંભાળશે

રાજકોટના કબા ગાંધીના ડેલાનો વહીવટ પણ નવા વિભાગને સોંપાયો:શિક્ષણ વિભાગે આ અંગે ઠરાવ જાહેર કર્યો:વર્ષ 2026-27માં શિક્ષણ વિભાગ બજેટ ફાળવશે, જ્યારે 2027-28થી નવા વિભાગે બજેટની જોગવાઈ કરવી પડશે

ગાંધીનગર :ગુજરાત સરકારે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમના વહીવટને લઈને મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી શિક્ષણ વિભાગ હસ્તક રહેલો વહીવટ હવે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટના કબા ગાંધીનો ડેલો અને સાબરમતી આશ્રમના વહીવટમાં પણ આ ફેરફાર લાગુ થશે. નવા વિભાગને બજેટ ફાળવવા અંગે પણ વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે.

 

રાજ્યમાં ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમના વહીવટમાં વિભાગીય ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગને બદલે હવે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક આ સંસ્થાઓનો વહીવટ રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે બંને સંસ્થાઓના વહીવટની જવાબદારી નવા વિભાગને સોંપવામાં આવી છે.

 

 

રાજકોટમાં આવેલા કબા ગાંધીના ડેલાનો વહીવટ પણ હવે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક રહેશે. ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ સાથે જોડાયેલા આ સ્થળના વહીવટમાં પણ શિક્ષણ વિભાગના સ્થાને નવા વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. આમ, રાજકોટના કબા ગાંધીના ડેલાને પણ વહીવટી ફેરફારમાં સામેલ કરવામાં આવ્યો છે.

 

 

અમદાવાદના સાબરમતી આશ્રમનો વહીવટ પણ નવા વિભાગને સોંપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઠરાવ મુજબ હવે સાબરમતી આશ્રમનો વહીવટ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સંભાળશે. આ સાથે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, કબા ગાંધીનો ડેલો અને સાબરમતી આશ્રમના વહીવટ અંગે વિભાગીય જવાબદારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે

(9:01 PM IST)