<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

ગાંધીનગર: મંદિરોને નિશાન બનાવતી રાજસ્થાનની તસ્કર ગેંગ ઝડપાઈ:મોજશોખ માટે ચોરી કરતા હોવાનો ખુલાસો

ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી આંતરરાજ્ય ગેંગના રાજસ્થાનના ૩ સાગરીતોની ધરપકડ

ગાંધીનગર જિલ્લા પોલીસને મંદિરોમાં થતી ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પોલીસે રાત્રિના સમયે ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી આંતરરાજ્ય ગેંગના રાજસ્થાનના ૩ સાગરીતોની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ તસ્કરો પોતાના મોજશોખ અને વૈભવી જીવન જીવવા માટે મંદિરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. હાલ પોલીસે ગુનામાં વપરાયેલા મુદ્દામાલ અંગે તેમજ આ ટોળકીએ અન્ય કેટલા સ્થળોએ હાથફેરો કર્યો છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

(1:18 AM IST)