News of Sunday, 2nd August 2026
ગાંધીનગરના ૬૨માં જન્મદિવસની જી.ઈ.બી. થર્મલ પાવર સ્ટેશન ખાતે દબદબાભેર ઉજવણી સંપન્ન
જન્મદિવસની ઉજવણીમાં નગરજનો વિશાળ સંખ્યામાં સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા: કેળવણીકાર, સાહિત્યકાર ,વિવિધ સંસ્થાના પ્રમુખઓ, રાજકીય આગેવાનઓની હાજરી નોંધપાત્ર રહી

( યાસીન બ્લોચ દ્વારા ) ગુજરાતના આઠમા પાટનગર ગાંધીનગર ની જીઇબી થર્મલ પાવર સ્ટેશન વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે બીજી ઓગસ્ટ 1965 ના દિવસે જ્યાં પ્રથમ ઈંટ મુકાઈ અને બાંધકામની શરૂઆત થઈ હતી તે જગ્યાએ છેલ્લા 35 વર્ષથી ગાંધીનગર નો જન્મદિવસ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે અરુણોદય સેવા ટ્રસ્ટ અને મહાસંઘ દ્વારા જીઈબી થર્મલ પાવર સ્ટેશન સહયોગથી 62 માં જન્મદિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ધારાસભ્ય (ઉત્તર) શ્રીમતી રીટાબેન પટેલ, જિલ્લા કલેકટર રવિન્દ્ર ખાટાલે,શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે ,ડેપ્યુટી મેયર નટવરસિંહજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ ,ચીફ એન્જિનિયર એચ આર મર્ચન્ટ સાહેબ, અરુણોદય સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ચેતના અરુણ બુચ, શ્રીમતી સોનાલીબેન પટેલ, કેસરીસી બિહોલા વગેરે મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચારે કાર્યક્રમને પવિત્રતા પ્રદાન કરી હતી. ચારે દિશામાં થી શુભ વિચારો પ્રાપ્ત થાઓ , આપણું મન શુભ સંકલ્પવાળું બનો , આ નગર ઉપર ભગવાનના આશીર્વાદ ઉતરે , સૌ નગરજનો સુખી થાય તેવી ઉદાત્ત ભાવના સાથે પ્રથમ ઇંટ તકતીપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ પદાધિકારીઓ અને બુક અને બુકેથી સહભાગી સંસ્થાના પ્રમુખઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી અને ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી કે આ નગર પર ભગવાનના આશીર્વાદ ઉતરે અને સમગ્ર દેશમાં રોલ મોડેલ પાટનગર બની રહે અને સૌ નગરજનો સુખી રહે. ત્યારબાદ ગાંધીનગરના જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કેક કાપી અને સૌ કોઈએ મીઠું મો કર્યું હતું આ પ્રસંગે સતત 35 વર્ષથી ગાંધીનગર નો જન્મદિવસ ઉજવવામાં જેમનો સિંહ ફાળો હતો અને નગરના સ્થાપના કાળથી જ સામાજિક પ્રવૃત્તિઓમાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેવા સેવા સૈનિક અરૂણભાઇ બુચને પણ સજળ નેત્રે યાદ કરવામાં આવ્યા હતા. ,"વંદે માતરમ "," ક્લીન સીટી , ગ્રીન સિટી", "ભારત માતાકી જય" જેવા સૂત્રો પોકારવામાં આવ્યા હતા. જન્મદિવસની ઉજવણીમાં નગરજનો વિશાળ સંખ્યામાં સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા હતા. કેળવણીકાર, સાહિત્યકાર ,વિવિધ સંસ્થાના પ્રમુખઓ, રાજકીય આગેવાનઓની હાજરી નોંધપાત્ર રહી હતી. શહેરના સ્થાપના દિવસની ઉજવણીમાં ડો .અનિલભાઈ પટેલ, નિશિત વ્યાસ ,ડો. અશ્વિન ત્રિવેદી ,નિસર્ગ બુચ , નરેશ દવે, હર્ષાબા , સંજય થોરાટ, મનોજ જોશી, જી પી પટેલ, જીગર રાણા ,મહેશ ગણાત્રા , મમતા બુચ,પારુલ મહેતા, વિનોદભાઈ ઉદેચા , મીનળબેન મરચંટ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
