તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ગાંધીનગરની GNLU રોગચાળાના ભરડામાં : હોસ્ટેલ પરિસરમાં 177 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા:ડેન્ગ્યુના 93 કેસ નોંધાયા
93 ડેન્ગ્યુ તેમજ 10 ટાઇફોઇડ, 58 વાયરલ અને 20 ફૂડ પોઇઝનિંગના કેસ નોંધાયા:વિદ્યાર્થી મંડળે પીવાના પાણીની અસુરક્ષા, ભોજનની અસ્વચ્છતા અને ગટરના પ્રશ્નો અંગે યુનિવર્સિટી પ્રશાસન પર બેદરકારીના ગંભીર આરોપો મૂક્યા

ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)માં એક ગંભીર જાહેર આરોગ્ય સંકટ ઉભું થયું છે. યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં વિદ્યાર્થી મંડળે કરેલા સર્વે અનુસાર 177 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે. કેમ્પસમાં ડેન્ગ્યુના 93 કેસ નોંધાયા છે, જ્યારે 10 ટાઇફોઇડ, 58 વાયરલ ચેપ, 20 ફૂડ પોઇઝનિંગ અને 19 અન્ય ચેપના કેસ સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે
પીવાના પાણીની સુરક્ષા, ખોરાકની સ્વચ્છતા અને ગટરની જાળવણી બાબતે યુનિવર્સિટી પ્રશાસનની બેદરકારી અંગે વિદ્યાર્થી મંડળે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ગંભીર આરોપો મૂક્યા છે. ડેન્ગ્યુ અને અન્ય વાહકજન્ય રોગોના કેસમાં આટલો મોટો ઉછાળો આવ્યો હોવા છતાં, તંત્ર દ્વારા તાત્કાલિક માળખાકીય સમારકામ કરવાને બદલે માત્ર આશ્વાસન આપતી સલાહ આપવાનું વલણ અપનાવવામાં આવ્યું છે.
વિદ્યાર્થી મંડળે કેમ્પસમાં ફેલાયેલા રોગચાળાએ મૂળભૂત સુવિધાઓની નિષ્ફળતા ખુલ્લી પાડી દીધી છે. પીવાના પાણીમાં ક્લોરિનનો તીવ્ર સ્વાદ આવવો તેમજ 'શિષ્ય ભવન'ના ત્રીજા માળે RO ફિલ્ટરનો અભાવ હોવા અંગે વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરી છે. બોયઝ હોસ્ટેલમાં ફિલ્ટર મેન્ટેનન્સ દરમિયાન ટોઇલેટ સીટ સાફ કરવા માટે વપરાતા મગનો ઉપયોગ કરાતો હોવાનું વિદ્યાર્થીઓએ જોતાં સ્થિતિ વધુ વણસી હતી.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
