તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 7th September 2026
ગઠિયો વેપારીનો ફોન લઇને ફરાર, ખાતામાંથી એક લાખ ઉપાડી લીધાઃ કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રૂ.૧૬૦૦ ટ્રાન્સફર કરવા જતા આ શખ્સે પેમેન્ટ ન થતુ હોવાનું કહીને નજીકના એટીએમમાં જઈને નાણાં ઉપાડીને આબિદને આપ્યા હતા

અમદાવાદ: શહેરમાં ઠગાઈની નવી મોડ્સ ઓપરેન્ડી જણાઇ છે. જેમાં એક ગઠિયો સ્પીકર રિપેરિંગના બહાને આવીને ટ્રાન્ઝેક્શન કરીને વેપારીના ફોનમાં નાણાં આવ્યા કે નહીં તે જોવા ફોન લઇને ભાગી ગયો હતો. બાદમાં ગઠિયાએ વેપારીના એકાઉન્ટમાંથી રૂ.૧ લાખ ટ્રાન્સફર પણ કરી દીધા હતા. આ અંગે વેપારીએ અજાણ્યા ગઠિયા સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રખિયાલમાં રહેતા આબિદ અલવી કાલુપુર ખાતે રેડિયો અને સ્પીકર રિપેરિંગનો ધંધો કરે છે. ગત તા.૨૭મીએ તે દુકાને હતા ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો તેને પોતે વડોદરાથી આવે છે અને એક સ્પીકર રિપેરિંગ કરાવવું છે તેમ કહીને આબિદ સાથે વાતો કરવા લાગ્યો હતો. બાદમાં તેને વડોદરા પરત જવાનું હોવાનું કહીને રૂ.૧૬૦૦માં સ્પીકર રિપેરિંગનું કામ નક્કી કર્યું હતું. રૂ.૧૬૦૦ ટ્રાન્સફર કરવા જતા આ શખ્સે પેમેન્ટ ન થતુ હોવાનું કહીને નજીકના એટીએમમાં જઈને નાણાં ઉપાડીને આબિદને આપ્યા હતા. બાદમાં બીજા દિવસે ગઠિયો પરત આવ્યો હતો અને એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયા હોવાનું કહીને આબિદનો ફોન ટ્રાન્ઝેક્શનની વિગત જોવા લીધો હતો. આટલું જ નહીં, કોઈનો કોલ આવતા તે નેટવર્ક નથી આવતું કહીને મોબાઈલ લઈને વાત કરવા નીચે ગયો હતો અને બાદમાં ફોન લઇને ફરાર થઇ ગયો હતો. આબિદે મોબાઈલમાં કોલ કરતા ફોન બંધ આવતો હતો. તેમજ બેન્કની વિગત તપાસતા એકાઉન્ટમાંથી રૂ. ૧ લાખ ઉપડી ગયા હોવાનું ખૂલ્યું હતું. જેથી આ અંગે વેપારી આબિદે અજાણ્યા ગઠિયા સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
