તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
બચ્ચું ખાવડના ગઢમાં ગાબડું :ધાનપુર તાલુકા પંચાયતમાં આપ અને ભાજપ વચ્ચે ટાઈ :સત્તાની ખેંચતાણ તીવ્ર બનશે
કુલ 24 બેઠકોમાંથી 4 બેઠકો ભાજપે અગાઉ બિનહરીફ જીતી લીધી :બાકીની 20 બેઠકો પરની ચૂંટણીમાં ભાજપ માત્ર 8 બેઠકો જ મેળવી શક્યું :આમ ભાજપનું કુલ સંખ્યાબળ 12 પર પહોંચ્યું જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 12 બેઠકો પર કબજો કર્યો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય બચુ ખાબડના આ મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ભાજપના વિજય રથને રોકી દીધો છે. અહીં સત્તાના સમીકરણો હવે રોમાંચક વળાંક પર આવી ગયા છે.
ધાનપુર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પર રસાકસી જામી હતી, જેના પરિણામોએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. ભાજપની સ્થિતિની વાત કરવામાં આવે તો કુલ 24 બેઠકોમાંથી 4 બેઠકો ભાજપે અગાઉ બિનહરીફ જીતી લીધી હતી. જોકે, બાકીની 20 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ માત્ર 8 બેઠકો જ મેળવી શક્યું છે. આમ ભાજપનું કુલ સંખ્યાબળ 12 પર પહોંચ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ આક્રમક દેખાવ કરતા 12 બેઠકો પર કબજો કર્યો છે. હવે સ્થિતિ 12-12ની બરાબરી પર આવીને અટકી છે. ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં 'ઝાડુ' એ મજબૂત પક્કડ જમાવી છે.
ધાનપુર તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી ન મળતા હવે સત્તા કબજે કરવા માટે રાજકીય ખેંચતાણ શરૂ થશે. ધારાસભ્ય બચુ ખાબડ માટે પોતાના જ ગઢમાં સત્તા જાળવી રાખવી હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. આવનારા દિવસોમાં જોડતોડનું રાજકારણ જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
