News of Thursday, 3rd September 2026
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં ઘાંચીની પોળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી
ધડાકાનો અવાજ 1 કિમી દૂર સુધી સંભળાયો: ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા

અમદાવાદના ઐતિહાસિક માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ છે. ધડાકાનો અવાજ 1 કિમી દૂર સુધી સંભળાયો હતો અને તેના કારણે સ્થળ પર આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
માણેકચોકનો વિસ્તાર ગીચ અને વ્યસ્ત હોવાથી આગની ઘટનાને પગલે લોકોમાં ચિંતા જોવા મળી હતી. આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ટીમે આગની સ્થિતિને નિયંત્રણમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
