<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

અમદાવાદમાં વસ્ત્રાપુરનું ગાંઠિયા હાઉસ સીલ: તેલની નબળી ગુણવત્તા સામે ફૂડ વિભાગની કાર્યવાહી

તપાસ દરમિયાન ખાદ્યપદાર્થો તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ગાંઠિયા હાઉસ સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરતાં તેને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તપાસ દરમિયાન ખાદ્યપદાર્થો તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલની ગુણવત્તા નબળી હોવાનું સામે આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એકના એક તેલમાં વારંવાર વસ્તુઓ તળવામાં આવતી હોવાને કારણે TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ)નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ પ્રકારનું તેલ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને આરોગ્યની દૃષ્ટિએ ચિંતાજનક બની શકે છે. ફૂડ વિભાગે ગાંઠિયા હાઉસમાંથી ફાફડા અને જલેબીના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટના આધારે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે અને નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(6:54 PM IST)