તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ : 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદી રમઝટ: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જોરદાર બેટિંગ
માંગરોળ, સુત્રપાડા,કેશોદ, પાટણ-વેરાવળમાં 10 થી 13 ઇંચ અનરાધાર વરસાદ થતા જળબંબાકાર જેવી સ્થિતિ

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 12.64 ઇંચ નોંધાયો, જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ અને ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 10.08 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત માળીયા હાટીના અને માણાવદરમાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. રાજ્યના કુલ 36 તાલુકામાં 2 ઇંચથી લઈને 12.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો, જ્યારે 72 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જોરદાર બેટિંગ કરી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
