તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ : વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા
શહેરના મિશન નાકા, આયલ સર્કલ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ :અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકી

તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. શહેરના મિશન નાકા, આયલ સર્કલ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને લઈને પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક અસરથી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને વરસાદી પાણીથી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
